મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- Morbi District Panchayat election:રાજકારણમાં ક્યારેક એવા ખેલ જોવા મળે છે કે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પાર્ટી સત્તાના સર્વોચ્ચ શિખરે બેસી શકતી નથી.
- આવું જ કંઈક મોરબી જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું છે.
- અહી કુલ 24 માંથી 17 બેઠકો જીતીને ભાજપે પોતાનો દબદબો તો જાળવી રાખ્યો, પરંતુ પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી અને ત્યાં ભાજપના ઉમેદવારની હાર થતાં, આ મહત્ત્વની ખુરશી કોંગ્રેસના ફાળે જતી રહી છે.
- પરિણામે નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ ખાનપર બેઠકના ભાજપના સભ્ય વિપુલભાઈ ગરચરને મળ્યું છે.
- બહુમતી ભાજપની, પણ તાજ કોંગ્રેસનો આજે મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.
Morbi District Panchayat election:રાજકારણમાં ક્યારેક એવા ખેલ જોવા મળે છે કે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પાર્ટી સત્તાના સર્વોચ્ચ શિખરે બેસી શકતી નથી. આવું જ કંઈક મોરબી જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું છે. અહી કુલ 24 માંથી 17 બેઠકો જીતીને ભાજપે પોતાનો દબદબો તો જાળવી રાખ્યો, પરંતુ પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી અને ત્યાં ભાજપના ઉમેદવારની હાર થતાં, આ મહત્ત્વની ખુરશી કોંગ્રેસના ફાળે જતી રહી છે. પરિણામે નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ ખાનપર બેઠકના ભાજપના સભ્ય વિપુલભાઈ ગરચરને મળ્યું છે.
Was this story interesting?





